Gujarat

સુરતના વેસુ ખાતે આધ્યાત્મ નગરીમાં એકસાથે ૭૫ જેટલા મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી

સુરત
સુરતના વેસુ ખાતે આધ્યાત્મ નગરીમાં એકસાથે ૭૫ જેટલા મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી. મુમુક્ષુ દીક્ષા લે તે પહેલા અંતિમ વર્ષીદાન યાત્રા દયાળજી બાગથી વેસુ સુધી કાઢવામાં આવી હતી. એકસાથે ૭૫ જેટલા મુખ્ય દીક્ષા લેતા આ પ્રસંગને અનેરો બનાવવા માટે ગજરાજ સાથેની ઢોલનગારા સાથે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને યાત્રામાં જાેડાયા હતા. જેમાં ભારતભરના બેન્ડ અને શણગાર પ્લોટ્‌સે આકર્ષણ જમાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતભરમાંથી ૭૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે. જેમાં નાનાથી લઈને મોટાનો સમાવેશ થાય છે. જેમાં કરોડપતિ સાથે આખા પરિવારોને પણ સમાવેશ થાય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અલગ-અલગ વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રકારના સત્કર્મમાં લોકો પણ મુમુક્ષુઓની સાથે ઉત્સાહભેર તેમના જીવનની અવિસ્મરણીય ક્ષણમાં સહભાગી થઇ રહ્યા છે.
વેસુ ખાતે આધ્યાત્મિક નગરીમાં ૭૫ મુમુક્ષુ સંયમના માર્ગ પર વિધિવત રીતે આગળ વધી ગયા. સાકર અર્પણ, અંતિમવાયણા, રજાેહરણ અને લોચનને માણવા માટે હજારો લોકો જાેવા માટે ઉપસ્થિત રહેશે. વર્ષીદાન યાત્રામાં તમામ લોકોનો ઉત્સાહ જબરજસ્ત જાેવા મળ્યો હતો. સમગ્ર શહેરની અંદર આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હોય તે પ્રકારનો માહોલ જાેવા મળી રહ્યો છે. વર્ષીદાન યાત્રાની અંદર પણ અનેક લોકોએ હાજરી રહીને આ પ્રસંગને દીપાવી દીધો હતો. ખૂબ મોટી સંખ્યામાં આજે પણ યુવાનો દીક્ષા ગ્રહણ કરતા હોવાનો માહોલ જૈન ધર્મમાં જાેવા મળી રહ્યો છે જે સમગ્ર શહેરમાં અને દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *