Gujarat

આજ રોજ જોડિયા તાલુકાના બાલાચડી પ્રા શાળા માં 78 મો સ્વતંત્ર દીવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

જય હિન્દ નમસ્કાર આજ રોજ તારીખ 15 મી ઓગસ્ટ 2024ના રોજ દેશના 78 માં સ્વતંત્રદિનની ઉજવણી શાળાના વિશાળ મેદાનમાં ખૂબજ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળા પરિવાર,સરપંચશ્રી,સભ્યશ્રી, ગામના યુવાનો વડીલો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત સૌનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે.
તેમજ આજે શાળામાં વાલી મીટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા વિકાસના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓની સુખાકારી,નિયમિતતા,એકમ કસોટી જેવા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.