જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે ભારતનો ૭૮ મો સ્વતંત્રતા દિવસ ખુબ જ ધામધુમથી ઉજવાયો હતો. શ્રી હડીયાણા તાલુકા શાળાના પટાંગણમાં શ્રી હડીયાણા માધ્યમિક શાળા, શ્રી હડીયાણા તાલુકા શાળા તથા શ્રી હડીયાણા કન્યા શાળાનો સયુંકત રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

જેમાં જોડિયા તાલુકા પંચાયતના સભ્ય નરોતમભાઈ સોનગરા, હડીયાણા ગામના આગેવાનો, ગ્રામજનો, SMC ના સભ્યો, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આંગણવાડીની બહેનો, વાલીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શાળા પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા. ઉપરાંત દેશભક્તિના ગીતો વગાડીને રાષ્ટ્ર ભક્તિનો માહોલ સર્જયો હતો.ત્યારબાદ નિર્ધારિત સમયે હડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય બહેનશ્રી વનિતાબેન ભંડેરીના વરદહસ્તે ધ્વજવંદન કર્યા બાદ ઉપસ્થિત તમામ લોકોએ “ ભારત માતા કી જય ” ના નારાથી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. ત્યારબાદ વંદનાબેન ભંડેરીએ પ્રસંગને અનુરૂપ શાબ્દિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બધા જ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પુરો જાહેર કાર્યો હતો……………………… ….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.

