જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એલઆઈબીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા બશીરભાઈ મલેકને ભારત સરકાર દ્વારા 15 ઓગસ્ટ એ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
બશીરભાઈ મલેકે એલસીબી, એસ.ઓ.જી., સીટી એ, બી, જામજોધપુર, કલ્યાણપુર, પેરોલ ફર્લો, પંચ બી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે. તેઓની આ ફરજો દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી બદલ સરકાર દ્વારા આ મેડલ આપવામાં આવશે.

