Gujarat

જૂનાગઢ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે, ઘર, દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાયો

રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી જૂનાગઢ પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. ત્યારે 78 માં સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, પોલિસ જવાનો દ્વારા અલગ અલગ કરતબો યોજાયા હતા. સ્વતંત્રતા દિવસે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના રમતવીરો તેમજ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે જાગૃત્તિ કાર્યક્રમ, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિ થીમ આધારિત ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું