શિહોર તાલુકાની વડિયા પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની શાનદાર રીતે ઉજવણી કરાઈ..
આજ રોજ તા 15.8.24ને ગુરુવારે ભાવનગર જિલ્લાની શ્રી વડિયા પ્રાથમિક શાળા,તા. સિહોર માં 78 મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.. જેમાં ગામના વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનો, SMC ના સભ્યો,શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.*
*આ પ્રસંગે શાળાના બાળકોએ પ્રભાતફેરી કાઢી હતી. ત્યાર બાદ ગામના માજી સરપંચ શ્રી અભેશંગભાઈના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી અને ગામના આગેવાનો દ્વારા સરસ્વતીમાતાના ચરણોમાં દિપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી.શાળાના બાળકો દ્વારા ખુબ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીતો, નાટકો, સંવાદો રજુ કરવામાં આવ્યા હતા.. ગામના આગેવાનો અને વાલીગણે શાળાના કાર્યક્રમમાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને શાળામાં દાન નોંધાવ્યું હતું. આ પ્રસંગે ગામના વડીલ શ્રી ચિથરદાદા પરમાર અને ભાવુભાઈ મોરી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ ઉપયોગી સ્વચ્છતાની વાત બાળકોને અને સર્વે ગ્રામજનોને સમજાવવામાં આવી હતી. શાળાના બાળકોએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. શાળાનાં તમામ શિક્ષકો એ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ સારી જહેમત ઊઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ભારત માતા કી જય…વંદે માતરમ….*



