જમીઅતે ઉલલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું
આણંદ તારીખ-૧૫/0૮/૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ જમીઅતે ઉલલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા દ્વારા તારાપુર મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર ખાતે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો પર્યાવરણ,પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જીવનમા ફૂલછોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્યમાં વધારો કરવા અને શુધ્ધ વાતાવરણ અને હવા માટે વૃક્ષારોપણ કરવુ ખુબ જરૂરી છે તેવુ આહવાન કર્યું હતું.જમીઅતે ઉલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર, શાહબુદ્દીન મલેક, સલીમ ભાઈ શેખ,હનિફ પટેલ શકિલભાઈ વ્હોરા,કાલુમીયા મલેક,મો.અકિફશા દિવાન,
ઈમરાનભાઈ દવાવાલા, મહમંદભાઈ વ્હોરા તેમજ વડીલો,મિત્રો ઉપસ્થિત રહ્યી વૃક્ષારોપણ કરી ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર -મુલતાન શાહ દિવાન


