વિસાવદરમાં સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી
વિસાવદર વિ.હિ.પ, બજરંગ દળ અને ગૌરક્ષક દળના સંયુક્ત ઉપક્રમે તિરંગા ફ્લેગ સાથે જલતી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળના આનંદ સ્વામી, પૂ. મુકુંદસ્વામી તથા શહેર અગ્રણીઓએ ભારત માતાની તસ્વીરને અક્ષત સાથે કુમકુમ તિલક કરી મશાલ રેલીને ડી.જે.ના દેશભક્તિના શૌર્ય ગીતો તથા ગગન ભેદી નારાઓ સાથે પ્રસ્થાન કરાવેલ.
મશાલ યાત્રા વિસાવદર શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર થતાં સરદાર ચોક તથા આંબેડકર ચોકમાં મહાન વિભૂતિઓ સરદાર વલ્લભભાઈ પટેલ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પમાળા પહેરાવી આઝાદીના પર્વની જય ઘોષ બોલાવેલ.
સમગ્ર રૂટ દરમિયાન જાંબાજ પી.આઇ. શ્રી આર.બી.ગઢવીના માર્ગદર્શન તળે પોલીસ, હોમગાર્ડઝ, ટી.આર.બી તથા જી.આર.ડી.ના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવેલ.
રેલી દરમિયાન જોડાયેલ શહેરના પ્રતિનિધિઓ જિલ્લા વિ.હિ.પ. પ્રમુખ હરેશભાઈ સાવલિયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, ઘનશ્યામભાઈ સાવલિયા, વિજયભાઈ રીબડીયા, રમણીકભાઈ દુધાત્રા, ગિજુભાઈ વિકમા, રાજુભાઈ દવે, સતિષભાઈ ચાવડાગોર, અમિતભાઈ હિરપરા, અરવિંદભાઈ ગોંડલીયા, કૃણાલ વિકમા, દિપકભાઈ મહેતા, પરસોતમભાઈ પદમાણી, ધનજીભાઈ દવે, જીતુભાઈ ડોબરીયા, ઘનશ્યામભાઈ ભાલાળા, ગિરીશભાઈ બડેલીયા, દિનુભાઈ ભટ્ટ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેલ.
સી. વી. જોશી વિસાવદર




