વિસાવદરના મહિલા પી.એસ.આઇ. નો વિદાય સમારંભ યોજાયો
વિસાવદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પી.એસ.આઇ. મેડમ એસ.આઈ. સુમરા નો વિદાય સમારંભ યોજાયો.
મેડમ સુમરા એ પોતાના ફરજ સમયકાળ દરમિયાન સુઝબુઝ અને કુનેહ પૂર્વક અનેક ડિટેક્ટ ગુનાખોરીઓનો ભેદ ઉકેલી આરોપીઓને જબ્બે કરેલ. સમાજમાં જાંબાજ, નિડર અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા પી.એસ.આઇ. ની માળિયા હાટીના સ્વતંત્ર પોલીસ સ્ટેશનમાં બદલી થતાં વિસાવદર પી.આઇ. આર.બી.ગઢવી તથા સમગ્ર પોલીસ સ્ટાફ તથા શહેરીજનો દ્વારા સન્માનભેર વિદાય આપવામાં આવી.તેમ એડવોકેટ મંજૂર ગાહાની અખબારી યાદી જણાવે છે.
સી. વી. જોશી. વિસાવદર







