Gujarat

રાજકોટથી આંબાજી દર્શન કરવા જતાં યુવકે કારથી સાંણદ ચોકડી પાસે અજાણ્યા યુવકને ઉડાવ્યો, સારવાર પહેલા મોત

રાજકોટના યુવાન તેમના પરિચિત યુવકની કાર લઈને આંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતા. 15 ઓગસ્ટના રાતના સમયે તેઓ કાર લઈને સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોચ્યા હતાં, ત્યારે રસ્તો પસાર કરી રહેલો યુવકની હડફેટે આવતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું .

આ મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એસજી હાઇવે પર સાણંદ ચોકડી નજીક 15મી ઓગસ્ટની રાતે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવવાની તપાસ ટ્રાફિક પોલીસ કરી રહે છે.

ત્યારે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પાર્થ બીપીનભાઈ તન્ના કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતાં. ત્યારે સાણંદ ચોકડી પાસે આવેલા બ્રિજના છેડે તેઓ કાર લઈને જઈ રહ્યા હતા, તે સમયે રસ્તા પરથી આસરે એક 30 વર્ષનો યુવક રસ્તો પસાર કરી રહ્યો હતો. આ સમયે તેમની કારની હડફેટે આવતા યુવક નીચે પટકાવ્યો હતો.