શાહરુખ ખાન ફિલ્મ ઝીરોની રિલીઝ પછી તરત જ રાકેશ શર્માની બાયોપિક ‘સારે જહાં સે અચ્છા’માં કામ કરવા જઈ રહ્યો હતો.
પરંતુ છેલ્લી ઘડીએ તેણે કામ કરવાની ના પાડી દીધી. ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ તેણે તરત જ આ નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે, મહેશ મથાઈ ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’નું નિર્દેશન કરવા જઈ રહ્યા હતા અને સિદ્ધાર્થ રોય કપૂર તેને પ્રોડ્યુસ કરી રહ્યા હતા.

‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરુખ કામ કરવા માગતો ન હતો
વેરાયટીને આપેલા ઈન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું, ‘મેં પ્રોડ્યુસરને ફોન કર્યો અને કહ્યું કે હું એક વર્ષ સુધી કામ કરવા માંગતો નથી’.
તેના પર મેકર્સે કહ્યું, ‘આ શક્ય નથી. તમે એક મિનિટ પણ કામ કર્યા વિના બેસી શકશો નહી. જો તમને ફિલ્મ ન ગમતી હોય તો મને કહો, પરંતુ એવું ન કહો કે તમે એક વર્ષ સુધી કામ નહીં કરો.’
અભિનેતાએ કહ્યું, ‘તે સમયે હું અભિનય કરવા માંગતો ન હતો. મને અભિનય કરવામાં બિલકુલ મન નહોતું લાગતું અને મન વગર હું અભિનય કરી શકતો નહોતો.’

