ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૯ અને ૧૦ પરિવાર, ઇન્દુ મધુ હોસ્પીટલ તેમજ ડો. કે. એસ. મહેશ્વરી સાહેબ – મહેશ્વરી ઓર્થોપેડીક હોસ્પીટલના સંયુકત ઉપક્રમે એક મેડીકલ કેમ્પનું આયોજન તા. ૧૮-૦૮-૨૦૨૪ રવિવારના રોજ કરવામાં આવેલ છે.
જેમાં હાડકાના રોગોના નિષ્ણાંત ડો. કે. એસ. મહેશ્વરી સાહેબ – M.S. (ORTHO.), ડો. શાલિન મહેશ્વરી – M.S. (ORTHO.) તથા ડો. રત્ના મહેશ્વરી – M.S. (Pediatric Ortho. Surgeon) દ્વારા હાકડાના રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે. કેલ્શીયમની ખામીને કારણે થતા દુ:ખાવા જેવા કે કમરના દુ:ખાવા, ગોઠણના દુ:ખાવા કે વારંવાર ફ્રેકચર થતુ હોય તો તે માટે ફ્રી બોન ડેન્સીટી (હાંડકાની ઘનતા) ની તપાસણી કરવામાં આવશે.
આંખના વિવિધ રોગોના નિષ્ણાંત ડો. અમીત મહેતા (M.S. Opthalmology) દ્વારા આંખના વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
હદય, ફેફસા, કીડની, મગજના રોગો તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની સારવારના નિષ્ણાંત ડો. ચેતન પટેલ સાહેબ (M.D. Medicine) દ્વારા વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
કેન્સરના રોગોના નિષ્ણાંત ડો. ભાર્ગવભાઇ ત્રિવેદી (M.D. Oncologist) દ્વારા કેન્સરના રોગો અંગે જાગૃતિ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
દાંતના રોગના નિષ્ણાંત ડો. ધ્યેય કેશોર (B.D.S) દ્વારા દાંતના વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
ઉપરોકત કેમ્પ તા. ૧૮-૦૮-૨૦૨૪ રવિવારના રોજ ઇન્દુ મધુ હોસ્પીટલ ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી રાખવામાં આવેલ હોય. જેમાં ફ્રી બોન ડેન્સીટી (હાડકાની ઘનતા) ની તપાસણી તથા બી.પી. તેમજ ડાયાબીટીસ ચેકઅપ કરવામાં આવશે. જેનો લાભ જામનગર શહેરની સર્વે જનતાએ લેવા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૯ અને ૧૦ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમ ભારતીય જનતા પાર્ટી પરિવારની યાદી જણાવે છે.

