શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે પુજ્ય પાદ ૧૦૮ શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રીના વહુજી અખંડ સૌભાગ્યવતી શ્રી વંદના વહુજી ઉમર વરસ ૬૨ અચાનક ટુંકી બીમારીના લીધે નિત્ય લીલામાં પધારી ગયા છે૰જેમની ભાવ વંદના સભા રાખવામાં આવેલી હતી સાંજે ૫-૩૦ થી ૬-૩૦ સુધી સાવરકુંડલા તથા તાલુકાભરના વૈષ્ણવો પધારી આ ભાવ વંદના સભામાં અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવામાં આવેલ તેમજ વહુજીનુ પ્રિય ઐસી કૃપા કોન કરે જેનું ગાન સાવરકુંડલા તાલુકાના કીર્તનકાર ગોપાલભાઈ સુરજવડી વાળાએ ગાન કરેલ સોનામાંના દીકરા ગોપાલભાઈ તેમજ કલાકાર રેખાબેન વાળા મુકુંદભાઈ ચંદારાણા સંગીતાબેન વાળા એ સૌ વૈષ્ણવો સાથે મળી ખુબ જ સુંદર રીતે ભાવ વંદના સભા ખુબ જ સુંદર રીતે પૂર્ણ થયેલ સભામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિતિ રહેલ ગોવર્ધનનાથજી હવેલી લોહાણા વિધાથીઁ ભવન વિવિધ સંસ્થાઓના હોદેદારો તાલુકાના ગામડાથી ઘણા વૈષ્ણવો પણ ઉપસ્થિતિ રહેલ બેઠકજીની દરેક સંસ્થાઓ તરફથી પણ દરેક ભાઈઓ બહેનો હાજર રહેલ આ ભાવ વંદના સભા જેજેશ્રી ની લગભગ ૫૦થી વધુ જગ્યાએ આ સભાઓ હતી આપણા અમરેલી શ્રી વલ્લભકુળ પરિવાર આપણા ગુરૂઘરનો વિશાળ વૈષ્ણવોનો સમદાય ભારતદેશ તથા વિદેશોમાં મોટો સમુદાય છે જે દરેક જગ્યાએ ભાવ વંદના સભાઓ હતી દરેક વૈષ્ણવો ઉપર વહુજીની ખુબ જ લાગણી હતી વહુજી ખુબ જ સરલ સ્વભાવ, માયાળુ હતા. કોઈપણ વૈષ્ણવો તેમની પાસેથી મહાપ્રસાદ આરોગ્યા વગર ન જઈ શકતા આપણા વચ્ચે આજે વહુજી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે તેમના આશીઁવાદ સદા સાથે રહેશે. અંતમા સૌ વૈષ્ણવોએ બે મીનીટ મૌન રાખી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદના કરી આજની સભા પૂર્ણ થયેલ ત્યારબાદ દરેક વૈષ્ણવો હીંડોળાના દર્શન કરી છુટા પડેલા. સભાનુ સંચાલન બેઠકજી કમિટીના ભાઈઓ વતી વિજયભાઈ વસાણી ગોપાલભાઈ વીરાણી તથા મુકુંદભાઈ ચંદારાણાએ કરેલ સાથમા શ્રી વીઠલેશ યૂવક મંડળ મહીલા મંડળના ભાઈઓ બહેનો તથા સર્વ વૈષ્ણવોના સાથ સહકાર મળેલ હાજર રહેલા તમામ વૈષ્ણવોના સહકારથી એક ઠરાવ કરી શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રી તથા શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી એવમ શ્રી અનુગ્રહ લાલજી મહોદયને મોકલી આપેલ છૈ
બિપીન પાંધી

