ગીર જંગલની બોર્ડ નજીક આવેલ ગીરગઢડાના નગડિયા ગામની સીમ વિસ્તારમાં આંબાના બગીચાના એક ડાલામથો સિંહ આવી ચડ્યો હતો. ત્યારે આજુબાજુમાં ગોવાળીયો પોતાનાં પશુઓ ચરાવતો હતો. એ દરમિયાન આ સિંહને જોઇ જતાં ગભરાઈ ગયેલ જોકે આ સિંહ આંબાના બગીચામાં આટાફેરા કર્યા અને એક પથ્થરની દિવાલ ઉપર ચડી ત્યાથી ઠેકી નજીક ગીરમાં જતો રહેલ હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ એ મોબાઈલમાં કેદ કર્યો હોય જે વિડિયો વાયરલ થયો હતો. જે વીડિયો નગડિયા ગામની આંબાવાડીનો હોવાનું જાણવા મળેલ.
જોકે અગાઉ પણ ગીરગઢડા ગામમાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત ગામમાં સિંહ પરિવાર ઘુસી જઈ પસુ પર હુમલો કરી મારણની મજિબાની માણતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ ગીર નજીક આવતા ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રંજાડથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

