છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે. અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓ માંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું છે. જ્યારે ટકાવારીની વાત કરીએ તો 65.42 ટકા જેટલું છે.
જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઇનું પાણી મળે છે..આ સુખી ડેમનો વિશાળ પટ છે. 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

