Gujarat

કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે

કોલકત્તામાં બનેલ ઘટનાને લઈને  છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે.
ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપેડી બંધ રહેશે. માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના 70 જેટલાં તબીબો હડતાલમાં જોડાયા છે.
 
તમામ હોસ્પિટલના તબીબો દ્વારા બોડેલી સેવાસદન અને તાલુકા પંચાયતના પ્રમુખને આવેદન આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર