છોટાઉદેપુર હોમગાર્ડઝ યુનિટમા ફરજ બજાવતા સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવા નાઓનું ફરજ પર અકસ્માતમાં દુ: ખદ અવસાન થયું હતું. સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવાનાં અવસાન બાદ જીલ્લા કમાન્ડન્ટ નાહરસિંહ પરમાર હોમગાર્ડઝ છોટાઉદેપુર અને સિનિયર ક્લાર્ક હસમુખ લેઉવા, જિલ્લા હોમગાર્ડઝ કચેરી, છોટાઉદેપુર તથા વહીવટી સ્ટાફ દ્વારા સ્વર્ગસ્થ જવાનનાં વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરતા ટૂંકા સમયમાં કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય તરફથી મંજૂર કરવામાં આવેલ હતું.

મરણોત્તર સહાય અંગેનો રૂપિયા ચાર લાખ પાંચ હજારનો ચેક આજે સ્વ.ગુલાબભાઈ રાઠવાના ધર્મ પત્ની મંજુલાબેન રાઠવાને છોટાઉદેપરનાં સાંસદ જશુભાઇ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે ચેક આપવામાં આવ્યો હતો. તેમજ છોટાઉદેપુર યુનિટનાં કુલ ૩ હોમગાર્ડઝ સભ્યોને દીકરીના લગ્ન પ્રસંગે કલ્યાનિધી માંથી મંજૂર થયેલ રૂ.૨૦,૦૦૦/ ની લગ્નસહાય અંગેના ચેક પણ અપાયો હતો.

સહાયનાં ચેક વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ધોબી સહિત છોટાઉદેપુર યુનિટ કચેરીનાં ઓફિસર કમાંડિંગ, પાર્ટ ટાઇમ ક્લાર્ક તથા યુનિટન હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

