Gujarat

રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુરમાં લાયસન્સ વગરની નોનવેજની દૂકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરાયો

બોટાદ જીલ્લાના રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુર શહેરમાં લાયસન્સ વગરની નોનવેજની દુકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.રાણપુર મામલતદાર દ્વારા નોનવેજ વેંચતા દુકાનદારોને અને રેસ્ટોરન્ટ વાળાને લાયસન્સ રજૂ કરવા માટે મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ લાયસન્સ રજૂ ન કરી શકેલા નોનવેજની દુકાનદારો,લારી, રેસ્ટોરન્ટની બંધ – કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
રાણપુર શહેરમાં લાઈસન્સ વગરની નોનવેજની દુકાનો રેસ્ટોરન્ટ સામે ફરિયાદ થયા બાદ રાણપુર  મામલતદાર દ્વારા ગત તા.૧૬ ઓગસ્ટના રોજ લાયસન્સ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
પરંતુ નોનવેજના વેપારીઓ લાયસન્સ રજૂ ન કરી શકતા રાણપુર મામલતદાર દ્વારા નોનવેજની દુકાનો, રેસ્ટોરન્ટ તાકિદે બંધ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.તેમજ વેપારી દ્વારા વેપાર ચાલુ રાખવામાં આવશે તો મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પંચાયતના તાબા હેઠળ આવતી દુકાનોમાં તાલુકા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે…