Gujarat

કોટડાસાંગાણી ના શાપર-વેરાવળ માં પણ તમામ તબીબી સેવાઓ ઠપ્પ થતા દર્દીઓ પરેશાન

કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ગતરોજ દેશભરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો 24 કલાક હડતાળ પાડી બંધ પાળ્યો હતો. જેમને લઈને  રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ની તમામ હોસ્પિટલ બંધ રહી હતી. જેમાં શાપર-વેરાવળ ની તમામ નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલોની OPD સેવાઓ એ  સજ્જડ બંધ પાળ્યો હતો.

રાજકોટ જિલ્લા નું શાપર-વેરાવળ એક એક ઇન્ડસ્ટ્રી જોન હોય જેથી અહીંયા બહાર ના રાજ્યો ના પરપ્રાતિઓ પણ વધુ વસવાટ કરતા હોય છે. જેથી દરરોજ સરકારી હોસ્પિટલ સહીત પ્રાઇવેટ હોસ્પિટલો માં પણ દર્દીઓ ની લાંબી લાઈનો લાગતી હોય છે. ત્યારે અચાનક ડોક્ટરો એ હડતાલ પાળતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
તેમજ સવારથી શાપર-વેરાવળ ના નાના મોટા ખાનગી દવાખાનાઓ ના ડોકટરોએ ૨૪ કલાકની હડતાલ પાડી હતી.જેના કારણે શાપર-વેરાવળ ના તમામ ખાનગી હોસ્પિટલો માં પણ ઓપીડી સેવાઓ બંધ રહેતા દર્દીઓ ની સારવાર માં વિલંબ પડ્યો હતો.જેથી પ્રાઇવેટ હોસ્પિટલો બહાર સુમસાન એરિયા નજરે પડતા હતા જે દર્દીઓ થી દરરોજ ધમધમતી રહેતી હોસ્પિટલો એકાએક બંધ પાળતા સુમસામ જોવા મળતી હતી. જેથી શાપર ની સરકારી હોસ્પિટલ માં ઇમરજન્સી સારવાર ચાલુ રહેતા દર્દીઓ એ થોડો રાહત નો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ