જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર બે દિવસ પહેલા ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પતિનું પત્ની અને તેના પ્રેમીએ ઢીમ ઢાળી દીધાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતકની પત્ની અને તેણીના પ્રેમીને ઝડપી લીધા છે.
પત્નીએ જ પોતાના પતિને પ્રેમમાં આડખીલી રૂપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે પ્રેમીની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની કબુલાત આપી હતી, અને હત્યા કરીને મૃતદેહ સળગાવી નાખ્યાનું પણ કબૂલી લીધું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા કિશોર ઉર્ફે કિહલૉ ધાનસુર સુમાત નામના 36 વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.
આ મામલામાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધનો ગુનો નોંધ્યો હતો, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યા કેસનો ભેદ ઉકેલ નાખ્યો છે અને મૃતક યુવાનની પત્ની અને તેણીનો પ્રેમી, કે જે બંનેનું કારસ્તાન સામે આવ્યું છે.

