મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતાં વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માદરે વતન જતાં મુસાફરો માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રક્ષાબંધનનાં પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે.
રક્ષાબંધન પર્વને લઈને લોકો પોતાના વતન તરફ જતા હોવાથી વડોદરા બસ ડેપો ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ડેપો ખાતે તહેવારો દરમિયાન ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, બારીયા,ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફના મુસાફરોનો ભારો ઘસારો જોવા મળી રહ્યો છે.
જેને ધ્યાનમાં રાખી વડોદરા ડિવિઝનનાં સાત બસ ડેપોથી વધુ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વડોદરા ખાતેથી 100 બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

