16 ઓગસ્ટની બપોરે વારાણસીથી અમદાવાદ આવી રહેલી 19168 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કાનપુર પાસે મોડી રાત્રે 2:35 વાગ્યે પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. જેમાં 22 કોચ પાટા ઉપરથી ખડી પડ્યા હતા.
આ દુર્ઘટના ટ્રેનના પાટા ઉપર રેલના લોખંડના મોટા મોટા પથ્થરો રાખવાને કારણે થયાની આશંકા છે. કારણ કે ટ્રેનના એન્જિનના કેટલગાર્ડને નુકસાન પહોંચ્યું છે. આથી રેલવેમંત્રીના આદેશ ઉપર આઇબી દ્વારા તપાસ કરાવાઇ રહી છે.
આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી અને બધા યાત્રીઓનો બચાવ થયો છે. આ ટ્રેન 17 ઓગસ્ટની મોડી રાત્રે 1:10 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી.

