સાવરકુંડલા ખાતે આવેલ મહાત્મા ગાંધી અતિથિગૃહ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ અતિથી ગૃહ ગાંધીજીના સિધ્ધાંતોને અને તેમના જીવન કાર્યોને પ્રતિબિંબિત કરે છે. જેમાં સ્વાતંત્ર્ય દિને સાવરકુંડલા નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર પરાગભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગર પાલીકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી,ડો.ધોળકીયા સાહેબ, નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, જયંતીભાઇ વાટલીયા, જનકભાઇ ઉપાધ્યાય, તથા શ્રી લલ્લુભાઇ શેઠ પ્રેરીત સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર પ્રત્યેનો અમૂલ્ય પ્રેમ અને ભક્તિ દર્શાવવામાં આવી આ. દેશના વિકાસમાં યોગદાન આપતો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
બિપીન પાંધી

