એસ.ટી., એસ.સી.ના અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેની અસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ દેખાઈ રહી છે. દાંતા તાલુકાના અનેકો ગામોમાં આજે એસ.ટી., એસ.સી દ્વારા બંધ પાડવામાં આવ્યું છે.

દેશના અનેકો રાજ્યોમાં એસ.ટી., એસ.સી.ના અનામતને લઈને આજે બંધ પાડવામાં આવ્યું છે. ત્યારે દેશના અમુક ભાગોમાં તેનો ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક સ્કૂલ-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. આજે 21 ઓગસ્ટના રોજ જે પ્રકારનું એસટી., એસટી દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેને લઈને દાંતા તાલુકામાં પણ તેની અસર જોવા મળી રહી છે.
આજે હડાદ અને મંડાલીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે. હડાદ ગામ અને મંડાલી ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યુ હતું. દાંતા તાલુકાના હડાદ અને મંડાલી સહિતના અંતરિયાળ ગામોમાં બંધની અસર જોવા મળી રહી છે. બીરસા મુંડા ગ્રુપ અને હડાદ વેપારી એસોસિએશને બંધને સમર્થન આપ્યું છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ગામોમાં બંધની અસર જોવા મળી હતી.

