Gujarat

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી

ગઈકાલે ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જૂનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે મોરારીબાપુની રામકથા ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલ છે.

બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60 હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના ગણેશગઢ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા હતા, જ્યારે તળાજા તાલુકામાં બાઇક સ્લીપ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને 45 હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયા છે તેમના સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.