Gujarat

ઉમેજની રાવલ નદીમાં સિંહ અને મગરના ધામા….

ગીરના વનરાજા ખેતી વાડીમાં તેમજ ગ્રામ્ય વિસ્તારો સુધી શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે ઊનાના ઉમેજ ગામે આવેલ રાવલ નદીમાં વહેતા છીછરા પાણી માંથી સિંહ નદી પસાર કરી વાડી વિસ્તારમાં જઇ રહ્યો હોય એ દરમ્યાન આ વિસ્તારના લોકોએ મોબાઇલમાં કેદ કરેલ હતો. જે વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ. આ વિસ્તારમાં અવાર નવાર સિંહ દીપડા જેવા વન્યપ્રાણીઓ જોવા મળતા હોય આથી આ વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલ હતો.

આ ઉપરાંત ઉમેજ ગામ નજીક રાવલ નદીના પાણીમાં સાત ફુટની મગર આવી ચડતા લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો. નદીના પાણીમાં અચાનક મગર તરતી જોવા મળતા લોકોમાં ભયનો અનુભવી રહ્યો છે.

-નદીમાં-સિંહના-અંટાફેરા...-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *