Gujarat

ઊનાના સીમર ગામે ત્રણ શખ્સો દ્વારા તલવાર અને લાકડી વડે યુવાન પર હુમલો જાનથી મારીનાખવાની ધમકી અપાય.

સામ સામી મારામારી થતા ૬ શખ્સો વિરૂધ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાય..

ઊનાના સીમર ગામે યુવાન સાથે જુનુ મનદુખ બાબતે ત્રણ શખ્સો દ્રારા ભુંડી ગાળો દઇ યુવાનના ડાબા હાથમાં તલવારનો ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે સામા પક્ષે યુવાન પેટ્રોલ પુરાવવા જતા એ દરમ્યાન બાઇક રોકાવેલ અને જુના મનદુખના કારણે લાકડી વડે હુમલો કરતા ત્રણ શખ્સો સામે પણ ફરીયાદ નોધાવેલ છે. આ બન્ને પક્ષે સામ સામે ફરીયાદ નોધાવતા ૬ શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વનરાજસિંહ ગંભીસિંહ વાળા, સુખદેવસિંહ ગંભીરસિંહ વાળા, તેમજ હરીસિંહ ભાણભા વાળા રહે. સીમર વાળા આ ત્રણ શખ્સોએ જુનુ મનદુખ રાખી રામદેવસિંહ બહાદુરને જેમફાવે તેમ ભુંડી ગાળો દેતા ઝપાઝપી થયેલ અને ડાબા હાથમાં તલવારનો ધા મારી લોહીલુહાણ હાલતમાં કરી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે રામદેવસિંહે ત્રણ શખ્સો સામે નવાબંદર પોલીસમાં ફરીયાદ નોધાવેલ.

જ્યારે સામા પક્ષના રામદેવસિંહ બહાદુરસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ તેમજ શિલદતસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ રહે. સીમર આ ત્રણેય શખ્સો દ્વારા વનરાજસિંહ ગંભીરસિંહ વાળા રહે. સીમર પોતાની બાઇક પર પેટ્રોલ પુરાવવા જતા હતા એ વખતે આ ત્રણ શખ્સોએ રોકાવી જુના મનદુખના કારણે ગાળો કાઢી અને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વનરાજસિંહે ત્રણેય શખ્સો વિરૂધ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *