Gujarat

બિપીન પાંધી સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્ર આરોપણ કેમ્પ યોજાયો

તારીખ ૨૨-૮-૨૪ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પની અંદર ઓ.પી. ડી.માં ૧૦૩ દદીઁઓએ લાભ લીધો હતો. તેમજ મોતિયાના ઓપરેશન માટે ૨૧ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરી સાવરકુંડલાના મહંત શ્રી નારણદાસ‌ સાહેબ ટ્રસ્ટી શ્રી વિશાલ વ્યાસ  સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, તથા કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરેએ સેવા આપી હતી… આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૪ વર્ષથી યોજાય છે