Gujarat

SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત માન્યશ્રી સર્વોચ્ચ અદાલત દિલ્હીના તા. ૧/૮/૨૦૨૪ નો ચુકાદો નિરસ્ત કરી SC, ST ની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા બાબત રજુવાત કરવામાં આવી

તા.. 21/8/24 નાં રોજ જામનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેકટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપ્યું. SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત માન્યશ્રી સર્વોચ્ચ અદાલત દિલ્હીના તા. ૧/૮/૨૦૨૪ નો ચુકાદો નિરસ્ત કરી SC, ST ની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા બાબત રજુવાત કરવામાં આવી. સર્વોચ્ચ અદાલત દ્વારા તા. ૧/૮/૨૦૨૪ ના રોજ પંજાબ સરકાર/ રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોને SC, ST કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચૂકાદો આવેલ છે.

આ ચુકાદાથી SC, ST કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે / આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યા છે તે બંધારણીય બેંચ દ્વારા SC, ST કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાવ છે. આ ચુકાદાના કારેણ SC જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડની પ્રેકટીલ થાય છે તેવી જાતિઓના સમુહને અનામતના માધ્યમથી તેના હક્કો- પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિબધ્ધતા સામે સવાલો ઉભા થઈ શકે છે.