વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી લોકોની હેરાફેરી પકડાઈ : તમામને હોસ્પિટલાઈઝ કરાયા
વાંકાનેરમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં સાત વ્યક્તિઓને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે અને તમામ વ્યક્તિઓ કોરોના વાયરસ ઇફેક્ટિવ છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું અને કોરોના રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર બનાવની હકિકત જોવા જઈએ તો વાંકાનેર ખાતે આવેલ પીર મશાયખ હોસ્પિટલની એમ્બ્યુલન્સ કોઈ દર્દીને અમદાવાદ રિફર કરેલ હોય, તેમને અમદાવાદ મુકવા ગયેલા જેમાં દર્દી સાથે તેના સગા તેમજ એક અન્ય વ્યક્તિ તેમજ હોસ્પિટલનો સ્ટાફ સાથે ગયેલ હતો. જ્યાં દર્દીને અમદાવાદ મૂકી સાથે ગયેલ એક અન્ય વ્યક્તિના સગાને અમદાવાદના સરખેજ ખાતેથી આ એમ્બ્યુલન્સમાં સાથે વાંકાનેર આવવા માટે લઇ આવેલ હતા. તે લોકોને એમ કે એમ્બ્યુલન્સમાં કોઈ જાતનું ચેકિંગ થશે નહીં. માટે અમદાવાદ સરખેજના વ્યક્તિઓને સહી-સલામત વાંકાનેર પહોંચાડી આપવામાં આવશે. પરંતુ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતી પોલીસ દ્વારા આ મુસાફરો ભરેલી એમ્બ્યુલન્સ લીંમડી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંથી મોલડી ચેકપોસ્ટ અને બાદમાં બાઉન્ટ્રી ચેકપોસ્ટ અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ દ્વારા લીંબાડાની ધારથી કબજો લઇ બધાને તાત્કાલિક વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આ લોકોમાં કોરોના ઇફેક્ટિવ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત રહે છે કે ડોક્ટર દ્વારા દર્દીને અમદાવાદ રિફર કરવા માટે કેમ ભલામણ કરવામાં આવી? એમ્બ્યુલન્સમાં દર્દી સિવાય અન્ય વ્યક્તિને કેમ સાથે લઈ જવામાં આવ્યો? જે અન્ય વ્યક્તિ સાથે ગયો તે તેમના પરિચિતોને સાથે પરત વાંકાનેર લઈ આવ્યો? શું રીફર કરેલ દર્દી મૂળ વાંકાનેરનો રહેવાસી છે કે અમદાવાદનો? જો દર્દી અમદાવાદનો રહેવાસી હોય તો એવું કહી શકાય કે એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદ મૂકવા ગયા અને વાંકાનેરના રહેવાસીઓને અમદાવાદ લેવા ગયા? શું આ સમગ્ર બાબતમાં પીર મશાયખ હોસ્પિટલનું તંત્ર સામેલ છે કે કેમ? જે દર્દીને અમદાવાદ રિફર કરેલ તે ખરેખર અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરે છે કે ઘરે છે? વાંકાનેરની ભરબજારે ચર્ચાના ચકડોળે એ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે કે આ એમ્બ્યુલન્સમાં અગાઉ પણ આવી રીતે કોઈ મુસાફરોની હેરાફેરી કરેલ છે કે કેમ? તે અંગેનો લોકડાઉન દરમિયાન સંપૂર્ણ સમયનો પૂરતી ચકાસણી કરવામાં આવે તેવી વાંકાનેરની જનતાની લોક માગણી છે.
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી