Gujarat

જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન 2024

પાટણ..
અનિલ રામાનુજ..

જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન 2024..

કેન્દ્રીય નોડલ ઓફિસર મુનિ રામ મીણા અને ટેકનિકલ ઓફિસર સુ.શ્રી અરિબા કમાલ દ્વારા જળાશયો, જળ સંચય અને રિચાર્જ માળખાં તેમજ વનીકરણ સ્થળોની મુલાકાત લીધી…

પાટણ જિલ્લાની ત્રણ દિવસની ક્ષેત્રીય મુલાકાત કેન્દ્રીય નોડલ ઓફિસર મુનિ રામ મીણા (નિયામક. કેન્દ્રીય નાણાં મંત્રાલય) અને ટેકનિકલ ઓફિસર સુ.શ્રી અરિબા કમાલ (વૈજ્ઞાનિક ‘C’, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, અમદાવાદ) દ્રારા જળાશયો, જળ સંચય અને રિચાર્જ માળખાં, વનીકરણ સ્થળોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતનો ઉદ્દેશ્ય જલ શક્તિ અભિયાન હેઠળ જળ સંરક્ષણ પ્રયાસોનું મૂલ્યાંકન કરવાનો અને તેને વધારવાનો હતો. કેન્દ્રીય ટીમ દ્રારા જળાશયો, જળ સંચય અને રિચાર્જ માળખાં, વનીકરણ સ્થળો અને જલ જીવન મિશન હેઠળના કામોની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમ દ્રારા પાણીની જરૂરિયાતો સમજવા સ્થાનિક લોકો સાથે સવાંદ કર્યો હતો. કેન્દ્રીય ટીમે અટલ ભુજલ યોજના તથા સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ ભુગર્ભ જળ રિચાર્જ સ્ટ્રક્ચર્સ માટે હાથ ધરેલા તેમના કાર્યોની પ્રશંસા કરી. ટીમે જિલ્લા સત્તાધિકારીઓને પાણીના સ્ત્રોતોની જાળવણી માટેના તેમના નક્કર પ્રયાસો માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે અંગે કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગની અખબારયાદીમાં જણાવવામાં આવે છે.

IMG-20240828-WA0047-0.jpg IMG-20240828-WA0048-1.jpg IMG-20240828-WA0046-2.jpg