પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરમાં હાઈવેના બ્રિજના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો જમાવડો, વાહન ચાલકોમાં અકસ્માતની ભિતી
ગટરો ની સાફ સફાઈ નાં અભાવને લઇને સર્વિસ રોડ પરના પાણીથી અનેક સોસાયટીના રહીશોને હાલાકી..
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે મુખ્ય પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ તેમજ નેશનલ હાઈવેના બ્રિજના ગરનાળા પાસે ભૂગર્ભ ગટર ચોકઅપ થઈને પાણી ઉભરાઈ આવ્યા છે. તેમજ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા પાણી ભરાતા દોઢ ફૂટ જેટલું પાણી બ્રિજના સાઈડ રોડ ઉપર ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.શહેરમાં એકતરફ નગર પાલિકાની ગટરો તો બીજી તરફ નેશનલ હાઈવેની ગટર ચોકઅપ થઈ થઈ રહી છે જેને કારણે પાણી નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન કરાતાં વાહન ચાલકો તેમજ શહેરીજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે. જેને લઇને સત્વરે પાલિકા દ્વારા ગટર રિપેરિંગ કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વાહનચાલકો સહિત સ્થાનિક શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.
રાધનપુર શહેરના હાઇવે ઉપર બનાવવામાં આવેલ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી નો જમાવડો થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈને ચોમાસા દરમ્યાન સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આમ જનતાને હાલાકી વેઠવી પડી રહી છે.રાધનપુર પાલનપુર તરફનાં નેશનલ હાઈવે દ્વારા આવેલ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે.શહેરના હાઈવે ઉપર આવેલ પાંચ થી વધુ સોસાયટીમાં વસવાટ કરતા લોકો ને ટુ વ્હિલર વાહન લઈને સર્વિસ રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે .
ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને સ્કૂટર કે બાઈક લઈને પસાર થવામાં અસ્માતનું જોખમ વધી રહ્યું છે.હાઇવે ની બાજુમાં વરસાદી પાણી માટે બનાવવામાં આવેલી ગટરોની ચોમાસા અગાઉ સફાઈ કરવામાં આવતી નથી જેને કારણે સામાન્ય વરસાદમાં પણ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જેને કારણે વાહનચાલકોને અને સ્થાનિક લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે .ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરી રોડ ઉપર પડેલા ખાડા પૂર્વની કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.