આ વર્ષે ગણેશ આગમન યાત્રાનો નવો ટ્રેન્ડ શરૂ થતાં માત્ર 10 દિવસનો ઉત્સવ 20 દિવસ સુધી ઉજવાતો થયો છે. સ્થાપનાના 10 દિવસ પહેલાંથી આયોજકો ભવ્ય આગમન યાત્રા યોજે છે. જે માટે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને કામ આપીને પ્લાનિંગ કરાય છે.
આશબાજી અને લાઈવ પર્ફોર્મન્સ સાથે નિકળતી ભવ્ય આગમન યાત્રા પાછળ મંડળો 20 લાખ સુધીનો ખર્ચ કરે છે. મોટી આગમન યાત્રામાં 20 હજારથી વધારે લોકો જોડાય છે.
યાત્રાની થીમ પણ હોય છે : યાત્રામાં આર્ટિસ્ટો હનુમાનજી, રામજી સહિતના પાત્રો ભજવે છે. યાત્રાની થીમ પણ હોય છે, જેમાં શ્રાવણ માસની થીમ, ભષ્મ થીમ, કંતારા થીમ, ઉજ્જેન, કેરલ થીમ, વૃંદાવન થીમ રાખવામાં આવે છે.
આ વર્ષે 200થી વધુ આગમન યાત્રાઓનું આયોજન થયું, મોટા મંડળોએ તો આગમનયાત્રા માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હાયર કરી, નાના મંડળોએ પણ 4થી 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો, યાત્રામાં લાઇવ પરફોર્મન્સ અને આતશબાજી, હજારોની મેદની ઉમટે છે