Gujarat

અમરેલી જિલ્લા એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ મેળવી સિદ્ધિ.

અમરેલી જિલ્લા એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ મેળવી સિદ્ધિ.

કુલ 10 વિદ્યાર્થીઓ લાવ્યા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર

અમરેલી જિલ્લા ભાઈઓની એથ્લેટીક્સ સ્પર્ધા તારીખ 12/08 /2024 ના રોજ વિદ્યાસભા સંકુલ,અમરેલી મુકામે યોજાઇ જેમાં શ્રી કે.કે હાઈસ્કૂલના રમતવીરોએ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે.
અંડર-19 વિભાગમાં ગોહિલ હેમાંગ 100 અને 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.ખાણીયા હિતેશ ચક્રફેંકમાં પ્રથમ,કાજી શાહિદ ગોળાફેંકમાં દ્વિતીય અને ચક્રફેંકમાં તૃતીય પ્રાપ્ત કરેલ છે.અંડર-17 વિભાગમાં ગોંડલિયા પ્રિન્સ ચક્રફેંકમાં, વાળા જય લંગડી ફાળ કુંડમાં અને મકવાણા પવન 200 મીટર દોડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.અંડર-14 વિભાગમાં જેઠવા કૌશલ ગોળાફેંકમાં પ્રથમ, શેખ રેહાન ચક્રફેંકમાં દ્વિતીય, રાઠોડ માનવ વિઘ્નદોડમાં પ્રથમ અને સોલંકી દેવાંગ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
આગામી સમયમાં આ બધા જ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. ટીમ મેનેજર તરીકે શાળાના શિક્ષક શ્રી આપાભાઈ માંજરીયાએ ફરજ બજાવી હતી. સૌ વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઈ ગુજરિયાએ તથા શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી તથા સમગ્ર ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્ય કક્ષાએ પણ નંબર મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20240904-WA0032.jpg