રાજસ્થાન પાલી જિલ્લાના સુમેરપુરના વેપારી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી પિસ્ટલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ખુનની કોશિશના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી
તારીખ 21 ફેબ્રુઆરી વર્ષ 2019ના રોજ આરોપી વિજય ડાયાભાઈ કળસીયાએ અન્ય લોકો સાથે મળીને ફરિયાદીની દુકાન પર જઈ ‘તેરા ધંધા કાફી અચ્છા ચલ રહા હૈ, ગોવિંદ કુમાવત કો એક કરોડ રૂપાયે દેને પડેગે, ઔર પૈસે દો દિન મેં દેને પડેગે…..’તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
એટલું જ નહીં ધમકી આપી ફરિયાદી વેપારીને જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે રાજસ્થાનના પાલી સુમેરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ ગુનામાં આરોપી વિજય નાસતો ફરતો હતો. સુમેરપુર એડિશનલ સેશન જજ દ્વારા તેનો વોરેન્ટ પણ એ શું કરાયો હતો. પાંચ વર્ષ બાદ સુરત શેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિષે માહિતી મળી હતી અને આરોપીની પોલીસે ધરપકડ કરી.
આરોપી વિજય મૂડ ગુજરાતના અમરેલી જિલ્લાનો વતની છે અને હાલ તે સુરત શહેરના પાલનપુર ગામ ખાતે રહેતો હતો.
આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના જલગાંવ પેથ પોલીસ મથક, સાયબર સેલ, અમરોલી પોલીસ સ્ટેશન, પુણાગામ પોલીસ સ્ટેશન, ભાવનગર ભરત પોલીસ સ્ટેશન અને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાય છે. જેમાં આઈ.ટી એક્ટ મારા મારી સહિતના ગુનાઓ સામેલ છે.

