રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નારી ઉત્સવ મેલા 2.0 નું આયોજન કરવામાં આવેલ
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા તારીખ 3 અને 4 સપ્ટેમ્બર ના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે નારી ઉત્સવ મેલા નું આયોજન કરવામાં આવેલ .આ અંગે વધુ માહિતી આપતા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી રો. પ્રફુલ ચોડવડિયા એ જણાવ્યું કે વર્તમાન સમયમાં અને ખાસ કરીને ઘર માં જ્યારે કોઈ એક વ્યક્તિ પર જવાબદારી હોય એવા સમય માં ઘર માં આર્થિક રીતે સહકાર આપવા ના હેતુ થી અત્યારે મહિલાઓ માં નાના નાના બિઝનેસ કરવાની પ્રવૃત્તિ ઓ ખુબ વધી છે ત્યારે મહિલાઓને બિઝનેસમાં પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા બે દિવસીય બિઝનેસ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં 111 કરતાં વધારે સ્ટોલ નું આયોજન થયેલ અને તમામ સ્ટોલ ફક્ત મહિલા સાહસિક બિઝનેસ પર્સન દ્વારા રાખવામાં આવેલ. જેમા નારી ઉત્સવ મેલા ૨.૦ના ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેન્દ્રિય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના પૂર્વ મેયરશ્રી અસ્મિતાબેન શિરોયા, પૂર્વ ટીપી ચેરમેનશ્રી બાબુભાઇ જીરાવાળા, રોટરી ડીસ્ટ્રીક 3060 ના એ.જી. રો. તેજસ ગાંધી તથા સુરત શહેરના વોર્ડ નં. ૩ ના દરેક કોર્પોરેટર તથા વોર્ડ પ્રમુખ અમારા આમન્ત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો ખુબ ખુબ આભાર.આ ઉત્સવ નો હેતુ મહિલાઓને પોતાના બિઝનેસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું તેમજ તેમાં રહેલી બિઝનેસ આવડતને બહાર લાવવા માટે નો છે. આ બે દિવસીય બિઝનેસ એક્ઝિબિશનમાં આશરે ૩૫ હજાર કરતા પણ વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધેલ. જે ઉદ્યોગ સાહસિક મહિલાઓએ સ્ટોલ રાખેલ હતો તેઓએ જણાવ્યું કે રોટરી ક્લબ ઑફ સુરત ઈસ્ટ દ્વારા ફરીવાર આ એક ખૂબ સરસ આયોજન થયેલ છે અને ભવિષ્ય મા પણ આયોજન કરતા રહે,તેમાં અમને ઘણી બધી મદદ મળેલ તેમજ માર્ગદર્શન મળેલ .આ કાર્યક્રમનું આયોજન ક્લબ પ્રેસીડન્ટ રો. પ્રફુલ ચોડવડિયા ,સેક્રેટરી રો.નિતેશ વાગડીયા ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન જતીન કથિરીયા તથા રો. જયદીપ માંગુકિયા તેમજ મંથ લીડર રો .વીણાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રોગ્રામ ની પૂર્વ રાત્રી એ તૈયારી ના ભાગ રૂપે રોટેરીયન મેમ્બર્સ એ ખુબ સાથ આપ્યો ખાસ રાહુલભાઈ સોરઠીયા, વિશાલ સોજીત્રા, ખુશાલ શેલડિયા, અતુલ પટેલ, મિલન ગોયણી, મિલન ચાંચડ, મનહર વોરા, ઉમેશ પટોળિયા, રીનેશ ભીમણી, નિખિલ વઘાસિયા, અમૂલખ સવાણી, ચંદ્રેશ પટેલ, મહેશ ઢોલરિયા, ભગીરથ ધામેલિયા, કલ્પેશ બલર, હિતેશ વેકરીયા, વિજય માંગુકિયા, કિરીટ વાંકડી, ભરત કળથીયા, પરેશ વઘાસિયા, રિતેશ ગોરસિયા, ભરત નસિત, ચિરાગ ત્રાપસિયા, મુકેશ કાનાણી, પ્રતિક પાંચાણી, જયદીપ ગજેરા, ભાર્ગવ કથીરિયા, રસિક સાવલિયા, મિતુલ ગોઠડીયા, નીલમબેન ધામેલિયા અને જેમણે પણ આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપ્યો છેં એ બધા નો દિલ થી ખુબ ખુબ આભાર માનેલ અને સાથો સાથ એક્ઝિબિશનમાં રોટ્રેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો સહયોગ પ્રાપ્ત થયેલ.





