ધોરાજીનાં ભૂતવડ ચોકડી પાસેથી પોલીસે 252 બોટલ વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી તાલુકા પોલીસ મથકનાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ પોલીસની એલસીબી ટીમે બાતમીના આધારે ધોરાજીનાં ભુતવડ ચોકડી પાસેથી વિદેશી દારૂ બોટલો 252 સહિત રૂ 11,78640 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
રૂરલ એલસીબી પીઆઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રૂરલ પોલીસ ટીમે 252 જેટલી નાની મોટી વિદેશી દારૂ બોટલો ઝડપી ટ્રક, સહિત નો રૂ 1178640 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તેમજ આરોપી બજરી રાભજ શર્મા, રવિભાઈ બાભલ , મીલન ભરડીયા સહિતના વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

