5 મી સપ્ટેમ્બરનાં રોજ વાપી સ્થિત હોટેલ રોયલ શેલ્ટરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મુખ્ય અધિકારી જીજ્ઞેશભાઈ ભંડારી તથા અમિતભાઈ શાહ દ્વારા બી.એસ.એમ. મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વર્ષ 2024 દરમિયાન વિદ્યાર્થીઓ અને સમાજને પ્રગતિનાં પંથે લઈ જવાનું ભગીરથ કાર્ય કરનાર શિક્ષકો પૈકી દમણનાં પ્રાથમિક શિક્ષક વિરેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક 2024 નાં એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. આ તકે શાળા પરિવાર સહિત મિત્રમંડળે વિરેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યાં હતાં.

