સાવરકુંડલા માનવ મંદિરને મળી એક વધુ સફળતા આજથી એક વર્ષ પહેલા સાવરકુંડલા પોલીસ એક મનોરોગી મહિલાને મૂકી ગઈ હતી તા. ૧-૮-૨૩ ના રોજ રૂલર પોલીસ દ્વારા માનવ મંદિરમાં મૂકવામાં આવી હતી જ્યારે તેનું વજન ૪૧ કિલો હતું આજે વજન ૫૧ કિલો થયું છે અને તેમનો પરિવાર મળી ગયો છે
આ મનોરોગી બહેનનું નામ છે લક્ષ્મીબેન છગનભાઈ જાદવ ગામ જેતપુર આજે તેમના પતિ છગનભાઈ ભગાભાઈ જાદવ લક્ષ્મીબેનના સાસુ તેમજ લક્ષ્મીબેનના ત્રણ બાળકો સહિત આખો પરિવાર સાવરકુંડલા માનવ મંદિરે પોતાની પુત્રવધુને લેવા આવ્યા. ઘણા સમયથી મનોરોગ અવસ્થામાં રખડતી ભટકતી આ બહેન પરિવારને મળતાં આખો પરિવાર ખૂબ જ ખુશ થયો બાળકોને પોતાની માતા મળી ગઈ જેનો રાજીપો ભક્તિરામબાપુને છે

કારણકે આ આશ્રમ જે હેતુસર કરવામાં આવ્યો છે તે ધીમે ધીમે સિદ્ધ થતો જાય છે અને આજે ૧૨૪ મી મનોરોગી બહેન પોતાના પરિવારને મળી છે પતિને પત્ની મળી છે સાસુને પુત્રવધુ મળી છે અને દીકરાઓને મા મળે છે ત્યારે સાવરકુંડલા રૂરલપોલીસના બે પોલીસ જવાનો દ્વારા તેમના તમામ ડોક્યુમેન્ટ ચેક કરી અને આ મનોરોગી બહેન સંપૂર્ણ સ્વસ્થ થતાં તે લક્ષ્મીબેનને તેના પરિવારને સુપ્રત કરવામાં આવી છે અને તેઓ પુનઃ સમાજમાં પરિવારમાં સ્થાપિત થઈ છે
સાવરકુંડલાથી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર મનોરોગી આશ્રમમાં હાલમાં ૫૮ જેટલી મનોરોગી બહેન ભક્તિરામબાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે જે ધીમે ધીમે દવા દુવા અને હવાના માધ્યમથી સ્વસ્થ થતી જાય છે અને પરિવારમાં પુનઃ ભળતી જાય છે
બિપીન પાંધી

