Gujarat

ઊનાના સનખડામાં પોલીસ સહીતની ભરતી તાલિમ માટે ગ્રાઉન્ડ ખુલ્લુ મુકાયુ.

ઊના તાલુકાના સનખડા ગામના યુવાનો, આર્મીના જવાનો તથા રમત પ્રેમીઓ દ્વારા ક્રિકેટનુ ગ્રાઉન્ડ, ટેનિસ બોલ, લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ સહીતની ભરતીની તાલિમ માટે ગ્રાઉન્ડની અંદર તમામ વ્યવસ્થાઓ યુવાનોએ પોતાના સ્વ પ્રયત્ને અને સ્વખર્ચે ઊભુ કરવામાં આવેલ અને તેમાં યુવાનો ભરતીની તૈયારી કરે તે માટે ખુલ્લુ મુકવામાં આવેલ હતુ. ગામનાં યુવાનો ધ્વારા સ્મશાનની આજુબાજુની બંજર જમીનને સમતોલ કરી આ ઉમદાહેતુ સાથે ગ્રાઉન્ડ પર વિવિધ ભરતી પરીક્ષા માટે આર્મીના જવાનો વારા ફરતી પોતાની રજાઓનુ આયોજન કરી અને વર્ષ દરમ્યાન મહતમ સમયે ગામમાં હાજર રહી યુવાનો- યુવતીઓને તાલિમ આપશે. આમ પોલીસ સહીતની ભરતીની તૈયારી માટે આર્મી જવાનોએ આ કામગીરી કરી યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.

-સનખડા-ગામના-યુવાનો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *