Gujarat

અમરેલી માં અર્જુન સોસાયટી ના અર્જુન નગર કે રાજા”

ગણેશચતુર્થી ના પાવન દિવસે અમરેલી માં ગણેશજી નું ગામે ગામ સ્થાપન કરવામાં આવ્યું હતું.જેમાં અમરેલી માં આવેલા સંકુલ પાછળ સોસાયટી ધ્વારા ગણેશજી ની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું.

આ સ્થાપન વખતે અર્જુન નગર સોસાયટી અને સોસાયટી ના લોકો ગણપતિ બાપા ને બગીમાં બેસાડી ને વાજતે ગાજતે સ્થાપના ના સ્થળે લાવતા હોય છે ત્યાં તેમની શાસ્ત્રો મુજબ વિધિ મંત્રોચાર અને આરતી કરી ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવતી હોય છે.

આ ગણેશચતુર્થી નો તહેવાર પાંચ દિવસ કે નવ દિવસ સુધી ઉજવાતો હોય આ દરમ્યાન મહિલા મંડળ ધ્વારા રોજ રાત્રે 9.30 કલાકે સત્સંગ નું આયોજન કરાયું. “આ સમગ્ર તહેવારનો ખર્ચો ઘરે ઘરે ફાળો એકઠો કરીને કરવામાં આવતો હોય છે અને મંડળ દ્વારા ગણેશચતુર્થી ન તહેવાર પત્યા પછી વઘેલા પૈસા નો હિસાબ પણ લોકો સમક્ષ આપવામાં આવતો હોય છે”આ અર્જુન નગર મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે.

આ ગણેશચતુર્થી ના અગિયાર દિવસના તહેવાર માં નાના ભૂલકાઓ થી માંડીને મોટાઓ પણ ગણપતિ બાપ્પા ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.