Gujarat

સાંતલપુર ના દૈસર આયુષ્યમાન આરોગ્ય મંદિરની કામગીરી ની નેશનલ કક્ષાએ નોંધ લેવાઈ..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સાંતલપુર ના દૈસર આયુષ્યમાન આરોગ્ય મંદિરની કામગીરી ની નેશનલ કક્ષાએ નોંધ લેવાઈ..

રાષ્ટ્રીય કક્ષાની ટીમે દૈશર આરોગ્ય મંદિરની મુલાકાત લીધી..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈસર ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની વિશેષ કામગીરી તથા સગવડોની નોંધ નેશનલ કક્ષાએ લેવાઇ છે. ત્યારે દિલ્હીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર દૈસરની મુલાકાત લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દૈસર ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ક્વોલીટી પોગ્રામ અંતર્ગત નેશનલ લેવલે NQAS એસેસમેન્ટના નેશનલ એસેસર ડૉ.અબ્દુલ નકવી (રાજસ્થાન), ડૉ.તપસ્વી પરગીરી (ઓડિસા) દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કક્ષાએથી ડૉ.પી.આર ઝાલા (એમ.ઓ બાલીસાણા),પંકજ પરમાર (ડી.પી.એ.કવોલીટી), તાલુકા કક્ષાએ થી કેતનભાઇ ઠકકર (ટી.એચ.ઓ), ડૉ.તરૂણભાઇ રાઠોડ (એમ.ઓ), કુરેશી સમીરભાઇ (સી.એચ.ઓ),ઘાંચી આરીફભાઇ (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર),પરમાર પન્નાબેન (ફિમેલ હેલ્થ વર્કર) સહિતના આરોગ્ય સ્ટાફ અને રબારી ઇશ્વરભાઇ (સરપંચ) તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

IMG-20240910-WA0010-1.jpg IMG-20240910-WA0011-0.jpg