Maharashtra

કોર્ટે કેન્દ્ર સરકારને આપેલ આદેશ ક્રિપ્ટો વિશે લીધેલા પગલા જણાવો

મુંબઈ
બિટકોઈનમાં આજે ૧.૧૦થી ૧.૧૫ અબજ ડોલરના સોદા થયા હતા તેના ભાવ વધતાં બિટકોઈનનું માર્કેટ કેપ ૧૦૩૦ અબજ થયા પછી વધી ૧૦૮૦ અબજ ડોલર થયું હતું. માઈક્રો સ્ટ્રેટેજીએ ત્રણ મહિનામાં આશરે ૭૦૦૦ બિટકોઈનની ખરીદી ૪૧.૪૦ કરોડ ડોલરના ખર્ચે કરી હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. મિડકેપ ક્રિપ્ટોમાં આજે ઈથેરના ભાવ નીચામાં ૩૯૭૧ ડોલર તથા ઉંચામાં ૪૩૭૬ થઈ ૪૩૩૮થી ૪૩૩૯ ડોલર રહ્યા હતા. ઈથેરમાં ભાવ વધતાં માર્કેટ કેપ ૪૮૦ અબજથી વધી ૫૦૯થી ૫૧૦ અબજ ડોલર નોંધાયું હતું. ઈથેરમાં આજે ૯૭૪થી ૯૭૫ મિલીયન ડોલરનું ટ્રેડીંગ થયું હતું.ક્રિપ્ટો કરન્સીની બજારમાં આજે મંદી અટકી ભાવ ૫થી ૭ ટકા ઉછળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ઓમીક્રોનના નવા વાયરસનો ઉપદ્રવ વિવિધ દેશોમાં ફેલાતાં ક્રિપ્ટો બજારમાં આજે લેવાલી નિકળી હતી. દરમિયાન, મુંબઈ હાઈકોર્ટે આજે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા મુજબ ક્રિપ્ટો કરન્સી વિષયક ખરડો સંસદમાં રજૂ કરવા વિશે તથા આ વિશે વધુ કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે એ વિશે કેન્દ્ર સરકારે ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કોર્ટને જણાવવું એવું હાઈકોર્ટ દ્વારા સરકારને કહેવા માટે આવ્યું છે. આની વધુ સુનાવણી હવે ૧૭મી જાન્યુઆરીએ થવાની છે. ધારાશાસ્ત્રી આદિત્ય કદમ દ્વારા ફાઈલ કરવામાં આવેલી પીઆઈએલના પગલે આ કેસ શરૂ થયો છે. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં ૫૩૩૫૯ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૫૮૨૭૧ થઈ ૫૭૩૦૨થી ૫૭૩૦૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

Kripto-currencey.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *