Gujarat

ચિ.હેજલના જન્મદિવસે પરિવારે અનાથ અને ગરીબ બાળકોને મિસ્ટર ભોજન કરાવ્યું

ચિ.હેજલના જન્મદિવસે પરિવારે અનાથ અને ગરીબ બાળકોને મિસ્ટર ભોજન કરાવ્યું

વિસાવદરના ઈશ્વરીયા ગામની દીકરી ચિ.હેજલ દીકરીએ સંસારમાં હજી પા..પા.. પગલી કરતા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. ત્યારે પરિવારના સભ્યોએ સુંદર વિચાર રજૂ કર્યો કે પિંડાખાઈ પાસેના આશ્રમમાં રહેતા ૫૩ બાળકોને મિષ્ટ ભોજન જમાડી સંતૃપ્ત કરવા.
ચિ. હેજલના મમ્મી – પપ્પા ધર્મિષ્ઠાબેન તથા જયદિપભાઇ એ પોતાની વ્હાલસોઈ પુત્રી સાથે આશ્રમે જઈ મહંત પૂ.રામદાસબાપુના આશીર્વાદ મેળવી, આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન સાથે ફુલ ફૂલસ્કેપ ચોપડો તથા પેન આપી બાળકોને રાજી કર્યા. તેમ બાબુભાઈ સુખડિયાની અખબાર યાદી જણાવે છે.
*સી. વી. જોશી વિસાવદર*

IMG-20240912-WA0022-2.jpg IMG-20240912-WA0021-3.jpg IMG-20240912-WA0024-0.jpg IMG-20240912-WA0023-1.jpg