રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
રાજુલા પોલીસે નવેક મહીનાથી નાસતો ફરતો આરોપી પકડયો
રાજુલા પોલીસ સ્ટેશનનાં અપહરણ તથા પોક્સોના ગુન્હામાં છેલ્લા નવેક મહીનાથી નાસતો ફરતો આરોપી અને સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટના કામના આરોપીને ભોગબનનાર સાથે સુરત જીલ્લાના માંગરોળ ખાતેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ.
રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૫૫૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડાનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી છેલ્લા નવેક મહીનાથી નાસતો ફરતો હોય જેની સુરત જીલ્લાના માંગરોળ ખાતે હોવાની હકીકત આધારે નાસતો ફરતો અને સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટના કામના આરોપીને ભોગબનનાર સાથે સુરત જીલ્લાના માંગરોળ ખાતેથી શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ
(પકડાયેલ આરોપી (૧) જયેશભાઇ નરશીભાઇ સાંખટ ધંધો હીરા ધસવાનો રહે.જૂની કાતર તા.રાજુલા જી.અમરેલી આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ.ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા હેડ કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા હેડ કોન્સ. હરેશભાઇ દુલાભાઇ તથા પો.કોન્સ. ચંન્દ્રેશભાઇ મનુભાઇ વુ.પો.કોન્સ. ગીતાબેન ભલાભાઇ વરૂ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


