Gujarat

રાજુલા પોલીસ સ્ટેશનનાં બળાત્કારના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકમા પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

રાજુલા પોલીસ સ્ટેશનનાં
બળાત્કારના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકમા પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૩૬૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૬૪(૨)(એચ), ૬૪(૨)(એમ), ૧૧૫(૨), ૫૪, ૩૫૨, ૩૫૧(૩) મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદી/ભોગ બનનાર સાથે બળાત્કાર આચરી ગુન્હો કરેલ હોય જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપીની ઉપર વોચ રાખી ખાનગી રાહે બાતમિ હકીકત મેળવી ગણતરીની કલાકોમા આરોપીને શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ

પકડાયેલ આરોપી (૧) નીતીનભાઇ મધુભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો.હિરાઘસુ રહે.જામવાળા બસસ્ટેશન પાસે તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ. આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા હેડ કોન્સ. સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા હેડ કોન્સ. અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા પો.કોન્સ. મેહુલભાઇ ભુપતભાઇ પંડ્યા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20240914-WA0102.jpg