Gujarat

ગીરગઢડાના દ્રોણેશ્વરમાં ભાદરવી અગિયારસના દિવસે જળજીલની અગિયારસ ઉજવામાં આવી જેમાં સંતો મહંતો સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા..

ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે આજે ભાદરવી અગિયારસના દિવસે જળજીલની અગિયારસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમા સંતો મહંતો સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અહીં લોકમેળો પણ યોજાયેલ જેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા. અને મેળાનો આનંદ માણ્યો હતો.

ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે આજે સ્વામી નારાયણ ગુરુકુલ દ્વારા જળજીલની ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ગીરગઢડા પંથકના હજારો લોકો આ ઉત્સવમાં જોડાયા હતા. ગીરગઢડા તાલુકાનું દ્રોણેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહત્વ છે. મહાભારત કાળ થી આ જગ્યાનું પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે. ગુરુ દ્રોણ દ્વારા કહેવાય છે કે અહીં શિવ લિંગ નું સ્થાપન કરાયું હતું. અને આજે પણ દુકાળ હોય તો પણ શિવ લિંગ માંથી અવિરત જલધારા વહે છે. આ જગ્યા પર સ્વામી નારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 35 વર્ષ થી જળજીલનીનો ઉત્સવ ઉજવાય છે.
જેમાં શ્રીજી ભગવાનને મચ્છુન્દ્રી નદીના પટમાં હોડી દ્વારા જળ જિલવામાં આવે છે. અને દર વર્ષે સારો વરસાદ વરસે એવી પ્રાર્થના કરાય છે. સાથે આ ઉત્સવમાં અમરેલી જિલ્લો પણ સામેલ થાય છે. 8 દિવસ અગાઉથી અમરેલી જિલ્લાના ગામોમાં શ્રીજી ભગવાનને લઈ જવાય છે. અને આજ રોજ દ્રોણ ખાતે લવાય છે ઉલ્લેખનીય છે કે દ્રોણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિત અનેક વિકાસ કામો થયા છે. અને આ સ્થળ મચ્છુન્દ્રી નદી પાસે હોય અને ત્યાં મોટો કોઝવે ડેમના કારણે પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની રહ્યું છે. ત્યા આજે ભાદરવી અગિયારસના દિવસે જળજીલની અગિયારસની ભવ્ય ઉજવણી કરી હતી.