યાત્રાધામ પ્રાચી તીર્થ ના ખોડીયાર નગર ખાતે આવેલ રામાપીર મંદિરે આજે ભાદરવી અગિયારસ નિમિત્તે રામદેવપીર બાપા ના ધજાગ્રા નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રામાપીર બાપા ની પૂજા અર્ચના કરવામાં આવેલ હતી ત્યારબાદ ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર પસાર થઈ રામદેવપીર મંદિર ખાતે પૂર્ણ થયેલ ત્યારબાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવેલ હતી તેમજ બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ ને સફળ બનાવવા તમામ કાર્યકર્તા ભાઈઓ એ જહેમત ઉઠાવી આ પ્રસંગ ને સફળ બનાવાયો હતો
હાર્દિક કાનાબાર પ્રાચી

