Gujarat

દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. રહેણાંક વિસ્તારમાં આવેલા *રિઓ પ્લેટીના – 1 (Arpit Co. Op. Hos. Ltd.)* માં ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

 આ દસ દિવસ દરમિયાન રીયો પ્લેટીના ના રહીશો દ્રારા આનંદ ઉલ્લાસ સાથે દરરોજ ગણપતિનું પૂજન, દેશભક્તિની મિસાલ રૂપે રાષ્ટ્રગીતનું ગાન, બાળકોની કૃતિ પ્રદર્શન તથા બાળકો સાથે વડીલોની રમતનું આયોજન થયું હતું. આ આયોજન દ્વારા ધાર્મિકતા,રાષ્ટ્રપ્રેમ તથા પારિવારિક ભાવના નું ઉત્તમ ઉદારણ બેસાડીયું હતું.
પ્રમુખ, મિલન સાવલિયા,ઉપ પ્રમુખ જીતુ ભાઈ પટેલ, અને કમિટી સભ્યો, સોસાયટી ના સભ્યો દ્રારા ગણપતિ મહોત્સવનું  સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વિરલ ગોહિલ, ભરૂચ