પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુર માં જશને ઈદે મિલાદુન્નબી નો ત્યોહાર શાનો સોક્ત થી યોજાયો
ઉજવણીને લઇને મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો..
મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ હજરત મોહંમદ પયગમ્બર સ. અ.વ. ની સાન માં ઈદે મિલાદુન્નબી ના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશીઓ મનાવી તેમની યાદમાં રાધનપુર માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. આ જુલુસના રોજ જશ્ને ઈદએ મિલાદ ઊન્નબીના મોકા ઊપર શાનદાર ઊજવણી કરવામા આવી હતી. જેમાં રાધનપુર શહેર માં ઠેર ઠેર જગ્યાં પર નિયાઝ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું .
આ મૌકા પર મુસ્લિમ સમાજ દ્વારા જુલુસે મોહંમદી ધામધુમ થી રાધનપુર શહેર મા મીરાદરવાજા થી મંડાઈ ચોક ,અંસારી પીર , રાજગઢી ,પટણીગેટ ધાસીયાવાસ નાગોરીવાસ માં થઇ મીરાદરવાજા આવી આ જુલુસ માં સલાતો સલામ સાથે શાંતિ પૂર્વક પુરૂ કરવામાં આવ્યું હતું. જુલુસ માં અનેક વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા જુદીજુદી જાત ની નિયાજ નો પ્રોગ્રામ કારવામાં આવ્યો હતો. નબી સલ્લાલાહુ અલયહી વસલ્લમ ના આદેશ મૂજબ શાંતિ પૂર્વક ભાઈચારા થી સ્વચછ રીતે મિલાદનું જુલુસ નીકાળવામાં આવ્યુ હતું ,જેમાં મુસ્લિમ સમાજ દ્વારા લોકોને જાગૃત કરવામાં પણ આવ્યા હતાં કે આપડી ફરજ માં આવે છે કે આપડે રાધનપૂર શહેરને સ્વચ્છ રાખીએ અને શાંતિ પૂર્વક મિલાદ ને મનાવિયે તેવો એક સંદેશો પણ મુસ્લિમ સમાજ દ્વારા લોકો સુધી પોહચાડવામાં આવ્યો હતો.




